સંગ એ બુનિયાદનો કાર્યક્રમ

ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજના બિલ્ડીંગની સંગ એ બુનિયાદ

ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજના  નવા બિલ્ડીંગના બાંધકામ સારું ૧૭/૨/૨૦૦૮  ના રોજ સંગ એ બુનિયાદ ના કાર્યક્રમ વખતે ભારતના તેમજ ઘાંચી સમાજના મહાનુભાવો હાજર રહેલ અને સમગ્ર મેદની સાથે દુવા કરેલ. આ કાર્યક્રમમાં હજરત મૌલાના ગુલામ મુહંમદ વસ્તાનવી સાહેબ, સૈયદ હજીમીયા ચિસ્તી, હાજી યુસુફભાઈ લાકડાવાલા, સબીનાબેન યુસુફભાઈ લાકડાવાલા, ડો. દાઉદભાઈ ઘાંચી, હાજી અબ્દુલભાઈ વાલીભાઈ બિલખીયા તેમજ તમામ ઘાંચી સમાજના શોબાઓના પ્રતીનીધીયો હાજરી આપેલ.

અત્રે આ ઉલ્લેખનીય છે કે જનાબ હાજી યુસુફભાઈ લાકડાવાલા, મુંબઈવાળા એ સમાજના મકાન તેમજ વિદ્યાર્થી ભવનના બાંધકામમાં હરણફાળ ફાળો આપેલો જે માટે ઘાંચી સમાજ સદાય તેમનો આભારી રેહશે. અલ્લાહ તઆલા આવા દીલ્દારોને આલા મકામથી નવાઝે અને તાઉમ્ર ખિદમતની હિદાયત અને અલ્લાહતઆલાની કુર્બત નસીબ ફરમાવે.

આમીન…… સંગ એ બુનિયાદના પ્રોગ્રામની અમુખ જાંખી નીચે તસ્વીરોમાં જોઈ શકાય છે.

Scroll to top