ઈતિહાસ

સમાજનો સંક્ષિપ્ત ઈતિહાસ

ગુજરાતના હાલના ઘાંચી સમાજના પૂર્વજો મોટાભાગે તેલ-ઘાણીના ધંધા ઉપરાંત અને ખેત પેદાશોના પરિવહન માટે બળદગાળા તથા સાથે સાથે ક્યાંક ક્યાંક ખેતી તથા દૂધનો ધંધો કરતા હતા. ઔધોગિક ક્રાંતિના આગમન સાથે તેલ-ઘાણી અને પરિવહનના વ્યવસાયમાં પરિવર્તન આવ્યું છે. મુસ્લિમ ઘાંચી સમાજ એ વેપારી કૌમ છે. તેઓ સાહસિક, પડછંદ કદાવર અને સોહામણું વ્યક્તિકત્વ ધરાવે છે. ધંધા અને વ્યવસાય અર્થે તેઓ ગુજરાત તેમજ મહારાષ્ટ્ર અને વિશ્વ માં પથરાઈ ગયા છે. ઘાંચી ભલે વિશ્વના ખૂણે રહેતો હોય પણ તે પોતાના મૂળ ગામ, પોષક, વાણી અને જીવન શૈલી થી હમેશા સંકળાયેલો રહે છે.

ઘાંચી સમાજમાં ઘણા બધા પેટા સમાજ છે જેવા કે સોરઠીયા ઘાંચી સમાજ, જલાવાડી ઘાંચી સમાજ, રાધાનપરા ઘાંચી સમાજ, ભાદરકઠીયા ઘાંચી સમાજ વગેરે.

સમાજ ના સંગઠન નો ઈતિહાસ

અપણા ગુજરાતના ઘાંચી સમાજના સંગઠનનો ઈતિહાસ આશરે ૬૫ વર્ષ કરતા પણ જુનો છે. ઘાંચી સમાજે સંઘઠિત થવા તરફ પ્રથમ પગલું ૧૯૪૪ માં ભર્યું અને તેનો યશ જામનગરના ઘાંચી અગ્રણી જનાબ અલ્લારખ્ખાભાઈ હસનભાઈ હમીરકાને જાય છે. સમાજનું પ્રથમ સંમેલન સૌ પ્રથમ તે વખતે સાવરકુંડલા ખાતે બોલવામાં આવેલું. આ સંમેલન ઘાંચી સમાજના ઈતિહાસમાં મહત્વની ઘટના છે. આ સંમેલન માં ઉત્તર ગુજરાત ના પ્રતિનિધિ તરીકે દાઉદભાઈ ઘાંચી અને અમદાવાદના મુહમ્મદભાઈ હસન ભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ સંસ્થાની સ્થાપના અને ઈતિહાસ ખુબજ રસપ્રદ છે. કોઈ પણ વ્યક્તિના સંકલ્પ અને નક્કર વિચારો ના પ્રમાણિક પ્રયાસો નું સમન્વય કેવી રીતે વાસ્તવિક સ્વરૂપે વિરાટ રૂપ ધારણ કરી શકે જેનું જીવંત ઉદાહરણ આ સંસ્થા છે. તારીખ ૧/૦૭/૧૯૭૨ ના રોજ સમાજની પ્રથમ બેઠક સમાજ ના અગ્રણીઓ અને તત્કાલીન સાંસદ મર્હુમ ઈબ્રાહીમભાઈ કલાણીયાની આગેવાની નીચે જુનાગઢ ખાતે મળી હતી. ત્યારબાદ તા. ૨૩-૧૨-૧૯૭૨ ના રોજ જામનગરમાં ઘાંચી સમાજની મધ્યસ્થ સમિતિના સભ્યો મળીને સમાજના સંગઠન, શિક્ષણ તેમજ સામાજિક અને શૈક્ષણિક ઉન્નતી માટે સુ પગલા લેવા તેની ચર્ચા થયેલી. શરૂઆતમાં સમાજના સ્થાપક સભ્યો જેવાકે એડવોકેટ ઈબ્રાહીમભાઈ વાજા, સુલેમાનભાઈ કાસમભાઈ મકવાણા, ઈબ્રાહીમભાઈ કલાણીયા, ગફફફરભાઈ પરમાર, પ્રો. જી. ટી. જાની. તેમજ અન્ય સભ્યોનો ફાળો છે.

જાગો ! પોતાની જાતને જાણો, સમજો, સંગઠિત બનો, શિક્ષણ મેળવો, શક્તીશાળી બનો,

એક ઉમ્મત બનો, ઉંચી ગુણવત્તા હાંસલ કરો અને તેને જાળવો

રાજકારણ સમજો, શીખો અને ઉપયોગ કરો, અને ગૂંથાઈ જાઓ !!

~ ડો. દાઉદભાઈ ઘાંચી ~

Scroll to top