નવી ૨૦૧૮ વર્ષની કારોબારીની ચુંટણીનું પરિણામ

ઘાંચી સમાજની ૧૧ મી કારોબારી સમિતિ/બોડી ની ચુંટણી તારીખ ૨/૦૯/૨૦૧૮ ના રોજ થયેલ જેમાં રાજ્યના તમામ જીલ્લાઓ માંથી સર્વાનુમતે બિનહરીફ તેમજ ચુટાયેલા પ્રતિનિધિઓએ સર્વાનુમતે પ્રમુખ, સેક્રેટરી તેમજ ખજાનચીની બિનહરીફ જાહેરાત કરી અને એકતાનું ઉદાહરણ પૂરું પાડેલ.

ચુંટણી જાહેર થવામાટે કારોબારીની મિટિંગ ૧૫/૦૪/૨૦૧૮ અને ૧૮/૦૬/૧૮ ના રોજ રાખવામાં આવેલ અને તમામ કારોબારીઓની સર્વાનુમતી થી ૩ ચુંટણી અધિકારીઓ જનાબ હારૂનભાઈ મોજણીદાર, જનાબ યુસુફભાઈ અલાદ અને જનાબ દાઉદભાઈ ઘાંચીની નિમણુક કરવામાં આવી.

આમ ચુંટણીનો કાર્યક્રમ આગળ વધ્યો અને લગભગ તમામ ગુજરાતના જીલ્લાઓમાથી બિનહરીફ પ્રતિનિધિઓની વરણી થયી ગયી. સુરેન્દ્રનગર જીલ્લા માંથી ૪ સભ્યો ચુંટણીમાં કારોબારી તરીકેની સભ્યપદની ચૂટણીમાં ઉભા રહ્યા અને જેમાંથી ૩ સભ્યો ની સ્પષ્ટ બહુમતી આવી અને કારોબારી તરીકેની નિમણુક થયી.

ત્યારબાદ વરણી પામેલ ૪૯ કારોબારીઓની બોડીની મિટિંગ તારીખ ૨/૦૯/૨૦૧૮ ના રોજ ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજના ખાનપુર સ્થિત કાર્યાલય ઉપર રાખવામાં આવી અને પ્રમુખ, સેક્રેટરી તેમજ ખજાનચી ની બિનહરીફ જાહેરાત થયી. જેમાં

 

 • પ્રમુખ પદ ઉપર જનાબ હાજી ફરીદભાઇ દુર્વેશ ની વારણી કરવામાં આવી જે જુનાગઢના વાતની છે અને કારોબારથી પોતે બિલ્ડર છે.
 • સેક્રેટરી તરીકે સર્વાનુમતે હાજી દાઉદભાઈ ઘાંચી ની વરણી કરવામાં આવી જે હાલ ભુજના વાતની છે અને નિવૃત ફોરેસ્ટ ઓફીસર છે.
 • ખાનાચી તરીકે ઘાંચી સમાજના જુના અને જાણીતા જનાબ બાબુભાઈ લોખાન્દ્વાલાની વારની થયી જે ભાવનગરના અને કારોબારથી લોખંડના વેપારી છે.

આવનાર ટર્મમાં નવી બોડીના જીલ્લા લેવલઉપર પદાધિકારીઓ ની વરણી આવનાર કારોબારીની મિટિંગ માં ચર્ચાનું સ્થાન લેશે.

ગુજરાતટુડે માંથી પેપર કટિંગ


ચુંટણી દરમ્યાનની તસ્વીરો.

2 Comments

 1. નઇમ કડીવાલા બરેજીયા
  September 11, 2018

  કામનો પ્રસાર સમગ્ર ગુજરાત રાજ્ય ઉપરાંત જ્યાં જ્યાં ઘાચી વસતો હોય ત્યાં સુધી પ્રસારાવવો જોઈએ..

 2. ghanchisamaj
  September 12, 2018

  Hello sir,

  Thank you very much for endorsing. You can invite to our young bloods and elders to FB page: https://www.facebook.com/theghanchisamaj/

Leave a Reply

Your email address will not be published.

Scroll to top